Saturday, October 23, 2021

તને મૈં ક્યાં ક્યાં ન ખોળી!!

તને મૈં ક્યાં ક્યાં ન ખોળી!
અંતરના અમિત ઊંડાણમાં!
પ્રત્યાશાઓના નૂતન અરણ્યમાં!
તને મૈં ક્યાં ક્યાં ન ખોળી!

કો વિહગ-ઝુંડ સત્વરે
ઊપરથી પસાર થાય
લાગે તું જ આવી!
કો વસંતલ-પવન-લહેરી
હૃદયને ઊંડાણે સરવા મથે
લાગે તું જ આવી!

દ્રષ્ટિ મહીં તગતગે સંધ્યાનું
છેલ્લું પ્રકાશપુંજ જે સમે
તારા દર્શન કરું છું!
અંધારી રાત્રીના ઊતુંગ 
ગેબી ભણકારોમાં
તારું રૂપ નિહાળું છું!

અંતરે કેટલા અભેદ્ય ભેદો!
એ બધાજ ભેદોમાં વણાયેલી તું!
❣️❣️

-Rajdip Kota

તું ક્યારેય અખંડ ન સાંપડી!

તું ક્યારેય અખંડ ન સાંપડી!
તારી અમલ અનુભૂતિનો પ્રવાહ ઘવાયેલો જ રહ્યો!
તારા પૂર્ણ સોંદર્યની શોધના અસ્ખલિત રહી!
મારી ભીતર જ
કોઈ ગૂઢ-ગુહાએ!
અતલ-ઊંડાણે!
અગણ્ય રહસ્ય-છળીયોના ગર્ભિત મંજુલ રવની પાંખે! 
અશ્રુ-ખચિત પાંપણની અલૌકિક ભૂમિકાએ!
તારી નજીવી ઝાંખી જોઈ!
નજીવી?હા... હા... નજીવી!
કારણ કે પ્રત્યેક સંદર્ભો પાંગળા છે!
તારી પરિભાષા માટે અક્ષમ છે!
તારા સૌંદર્ય સન્મુખ મ્લાન છે!
અને કદાચિત્ તારા સૌંદર્યે જ સુંદર પણ છે!
❣️❣️

-Rajdip kota







તને મૈં ક્યાં ક્યાં ન ખોળી!!

તને મૈં ક્યાં ક્યાં ન ખોળી! અંતરના અમિત ઊંડાણમાં! પ્રત્યાશાઓના નૂતન અરણ્યમાં! તને મૈં ક્યાં ક્યાં ન ખોળી! કો વિહગ-ઝુંડ સત્વરે ઊપ...